Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાની વયે આ ક્રિકેટરે બોલરોના છોડાવ્યા છક્કા, એક જ મેચમાં બનાવ્યા 508 રન

Mumbai Indians School Cricket :ક્રિકેટના મેદાન પર ઘણા મોટા રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. ક્યારેક કોઈ ટીમ મોટો સ્કોર બનાવે છે, તો ક્યારેક કોઈ ખેલાડીના નામે કોઈ રેકોર્ડ નોંધાય છે, પરંતુ વિચારો કે જ્યારે કોઈ ખેલાડી એકલા 500 રન બનાવે છે ત્યારે શું થાય છે13 વર્ષના એક છોકરાએ આ કરી બતાવ્યું. મહારાષ્ટ્રના રહેવાસી યશ ચાવડેએ રેકોર્ડ બનાવ્યો છે.ક્રિકેટના મેદાન પર ઘણા મોટા રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. ક્યારેàª
નાની વયે આ ક્રિકેટરે બોલરોના છોડાવ્યા છક્કા  એક જ મેચમાં બનાવ્યા 508 રન
Mumbai Indians School Cricket :ક્રિકેટના મેદાન પર ઘણા મોટા રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. ક્યારેક કોઈ ટીમ મોટો સ્કોર બનાવે છે, તો ક્યારેક કોઈ ખેલાડીના નામે કોઈ રેકોર્ડ નોંધાય છે, પરંતુ વિચારો કે જ્યારે કોઈ ખેલાડી એકલા 500 રન બનાવે છે ત્યારે શું થાય છે13 વર્ષના એક છોકરાએ આ કરી બતાવ્યું. મહારાષ્ટ્રના રહેવાસી યશ ચાવડેએ રેકોર્ડ બનાવ્યો છે.
ક્રિકેટના મેદાન પર ઘણા મોટા રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. ક્યારેક કોઈ ટીમ મોટો સ્કોર બનાવે છે, તો ક્યારેક કોઈ ખેલાડીના નામે કોઈ રેકોર્ડ નોંધાય છે, પરંતુ વિચારો કે જ્યારે કોઈ ખેલાડી એકલા 500 રન બનાવે છે ત્યારે શું થાય છે.13 વર્ષના એક છોકરાએ આ કરી બતાવ્યું. મહારાષ્ટ્રના રહેવાસી યશ ચાવડેએ રેકોર્ડ બનાવ્યો છે.
13 વર્ષની ઉંમરે 508 રનની ઇનિંગ રમી હતી
જો માત્ર એક ટીમ 500 સ્કોર કરે છે તો તે મોટી વાત છે. હવે એક બેટ્સમેને એકલા હાથે 508 રન ફટકાર્યા. સૌથી ખાસ એ બેટ્સમેનની ઉંમર છે  માત્ર 13 વર્ષ. હા, તમે સાચું વાંચ્યું. માત્ર 13 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રના બેટ્સમેને ઈતિહાસ રચી દીધો છે. યશ ચાવડેએ મુંબઈ ઈન્ડિયન્સ જુનિયર સ્કૂલ ટુર્નામેન્ટમાં 508 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ઇનિંગસમાં 81 ફોર અને 18 સિક્સર ફટકારી હતી
નાગપુરમાં શુક્રવારે રમાયેલી 40-40 ઓવરની આ મેચમાં યશની ટીમ સરસ્વતી વિદ્યાલયએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 714 રન બનાવ્યા હતા. જવાબમાં સિદ્ધેશ્વર વિદ્યાલયની ટીમ 5 ઓવરમાં 9 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે સરસ્વતી વિદ્યાલયે 705 રનના જંગી અંતરથી મેચ જીતી લીધી હતી. યશે પોતાની ઈનિંગમાં 178 બોલમાં 81 ફોર અને 18 સિક્સર ફટકારી હતી.
શ્રીલંકાના ક્રિકેટરના નામે રેકોર્ડ છે
યશ કોઈપણ ઇન્ટર સ્કૂલ લિમિટેડ ઓવરની ક્રિકેટ મેચમાં 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ શ્રેણીમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ શ્રીલંકાના ચિરથ સેલેપેરુમાના નામે છે. વર્ષ 2022માં ચિરથે શ્રીલંકામાં અંડર-15 મેચમાં 553 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.